(Photo Illustration by Justin Sullivan/Getty Images)

અમેરિકાની વસતી ગણતરીમાં શ્વેત અને એશિયન લોકોની વધુ ગણતરી કરતી વખતે સ્થાનિક લાખો વંશીય લઘુમતી લોકોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી, અધિકારીઓએ કબૂલ્યું છે કે, શરૂઆતમાં જે એક ભૂલ જાહેર કરવામાં આવી હતી તેના કરતાં શ્વેત વસ્તીમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે.

રીટર્નની આંશિક સમીક્ષા મુજબ, 2010 અને 2020ની વસતી ગણતરી વચ્ચે વસતીમાં 8.6 ટકાના ઘટાડાને ‘ફક્ત શ્વેત’ તરીકે વર્ગીકૃત કરવાના રીપોર્ટને ઓછો આંકવામાં આવ્યો હતો અને તે 9.4 ટકાની નજીક હોવાની શક્યતા હતી. અમેરિકાની 331 મિલિયન વસતીના લગભગ 60 ટકામાં ‘ફક્ત શ્વેત’ શ્રેણી બહુમતીમાં છે.

સેન્સસ બ્યૂરો દ્વારા થયેલી સમીક્ષામાં એ પણ જાણવા મળ્યું છે કે ઘણા સેન્ટ્રલ અને સાઉથ અમેરિકન (હિસ્પેનિક), અશ્વેત અને મૂળ અમેરિકનોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. કારણ કે દર દસ વર્ષે કરવામાં આવતી વસતી ગણતરીમાં કોરોના વાઇરસ રોગચાળાના મોટા પડકારો ઊભા થયા હતા અને બીજી તરફ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેને ઝડપથી પૂર્ણ કરવા માટે દબાણ હતું.

આ ઓછા આંકડાની ગોઠવણી કર્યા પછી સમીક્ષામાં જણાયું હતું કે વસતીના 19.6 ટકા હિસ્પેનિક્સ, અશ્વેત અથવા આફ્રિકન અમેરિકનો 14.6 ટકા, એશિયનો સાત ટકા, મૂળ અમેરિકનો 2.7 ટકા અને ‘કેટલાક અન્ય વંશીય સમૂદાયો’ 4.3 ટકા છે. ઉત્તરદાતાઓ એક કરતાં વધુ વંશીયતા પસંદ કરી શકે તેમ હોવાથી કુલ ટકાવારીમાં 100થી વધુનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

વસતી ગણતરી અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દસકામાં ફેડરલ નાણાના 1.5 ટ્રિલિયન ડોલર સુધીનો ખર્ચ કરવાની રીતને સુધારવા માટે સમીક્ષામાં મળેલી અસમાનતાઓનો ઉપયોગ કરવા માટે કોઇ યોજના નહોતી. એટલે કે મૂળ ભૂલો શિક્ષણ, સામાજિક સેવાઓ અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં વંશીય લઘુમતીઓ પર અસર કરશે. મૂળ આંકડાકીય માહિતીનો ઉપયોગ સરકારના દરેક સ્તરે મતદાન જિલ્લાઓના પુનઃ નિર્ધારણને માહિતી આપવા માટે પણ કરવામાં આવશે. જ્યારે અમિરકન વસતી અંગેનો અગાઉનો અભ્યાસ સંપૂર્ણ રીતે યોગ્ય નહોતો. વર્ષ 2020ની વસતી ગણતરીનું સંકલન કરનારા અધિકારીઓને જણાયું હતું કે, ઘણા લોકો આઇસોલેટ થયા હોવાથી અથવા તો તેમણે સંપર્ક કરવાનું ટાળ્યું હોવાથી સમયસર કાર્ય પૂર્ણ કરી શક્યા નહોતા.

આ સમીક્ષામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, અંદાજે 19 મિલિયન લોકોની ગણતરી ખોટી રીતે કરવામાં આવી હતી – જેમાં 5.2 મિલિયન એવા લોકોનો સમાવેશ થાય છે જેમની ગણતરી બે વાર કરવામાં આવી હતી હતા, જ્યારે બે મિલિયન લોકો ખોટી રીતે નોંધાયેલા હતા અને વધુ લાખો લોકોના નામ તેમાંથી સંપૂર્ણપણે ગાયબ હતા. એકંદર વસતીના આંકડા પર ભૂલોની અસર મર્યાદિત હતી.

ટ્રમ્પે આ ગણતરીને ઝડપથી પૂર્ણ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા અનેક સમસ્યાઓ પણ ઊભી થઇ હતી. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટિગ્રિટીએ જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સંપૂર્ણ ગણતરી કરતી વખતે વારંવાર અડચણો ઊભી કરી હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એવી નીતિઓ અપનાવી હતી જેણે ઇમિગ્રન્ટ્સને પ્રતિભાવ આપવાની શક્યતા ઓછી કરી હતી. ઉદાહરણ તરીકે તેમણે નિમણૂક કરેલ વસતી ગણતરીના અધિકારીઓએ અગાઉ જાહેરાત કરી હતી તેના કરતાં અઠવાડિયા વહેલા કામગીરી પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું, જેથી લોકોને ગણતરી કરવામાં સમસ્યા ઊભી થઇ હતી અને તેમના સુધી પહોંચવામાં સમય પણ ઓછો રહ્યો હતો.

ઉત્તરી એરિઝોનામાં હવાસુપાઈ જે એક મૂળ અમેરિકન આદિજાતિ છે, વસતી ગણતરીમાં તેની કોઇપણ પ્રકારની નોંધ થઇ નહોતી. કારણ કે સત્તાવાર આંકડાઓ અનુસાર કોઈએ પ્રતિસાદ આપ્યો ન હતો. ગ્રાન્ડ કેન્યનથી અંતરિયાળ વિસ્તારમાં આ આદિજાતિ આરક્ષિત હતી અને તેઓ મહામારી દરમિયાન બહારના લોકો સાથે તેમનો સંપર્ક મોટાભાગે બંધ જ હતો.