યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ હજુ પણ યથાવત છે ત્યારે અમેરિકન પ્રેસિડેન જો બાઇડને જાહેરાત કરી છે કે, અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ રોકેટ સીસ્ટમ આપશે. કહેવાય છે કે, યુક્રેન આ માટે ઘણા સમયથી માગણી કરી રહ્યું હતું. જેથી રશિયા ઉપર નિશ્ચિત રીતે હુમલા કરી શકાય. ફક્ત અમેરિકા જ નહી યુરોપના દેશોએ પણ યુક્રેનને વધારે આધુનિક હથિયારો આપવા તૈયારી દર્શાવી છે. જર્મનીએ જણાવ્યું હતું કે તે યુક્રેનને અત્યાધુનિક એન્ટિ ટેન્ક મિસાઇલ અને રાડાર સીસ્ટમ પૂરી પાડશે. જ્યારે અમેરિકા હાઇટેક મીડિયમ રેન્જ રોકેટ સીસ્ટમ્સ આપશે. આ અંગે બાઇડને જણાવ્યું હતું કે, આથી મદદથી રશિયા સાથે મંત્રણા કરવામાં યુક્રેનની સ્થિતિ વધુ મજબૂત બનશે અને રાજકીય ઉકેલ શોધવાની સંભાવના વધશે. બાઇડને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ યુક્રેનને આધુનિક હથિયારો આપીને તેને વધુ ‘યુદ્ધ સક્ષમ’ બનાવશે. જોકે, આ અગાઉ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે તેવા શસ્ત્રો નહીં આપીએ જે રશિયા ઉપર હુમલો કરી શકે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે, નવા હથિયારોમાં હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ સામેલ કરાશે, જોકે, તેની સંખ્યા બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી.