US pizza chain Papa John's returns to India
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની લોકપ્રિય પિઝા ચેઇન પાપા જોન્સ ભારતમાં સાત વર્ષ પછી પુનરાગમન કરશે. ભારતમાં વિસ્તરણ કરવા પીજેપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ સાથે ભાગીદારી કરી છે. 2033 સુધીમાં દેશમાં તેઓ 650 આઉટલેટ ખોલવાની યોજના ધરાવે છે. પ્રથમ રેસ્ટોરન્ટ 2024માં બેંગ્લોરમાં ખોલાશે. અગાઉ પાપા જ્હોન્સે ભારતમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ 2017માં તમામ રેસ્ટોરાં બંધ કરી દીધી હતી.

એટલાન્ટા સ્થિત પિઝા ચેઇન સૌપ્રથમ દક્ષિણના શહેરોમાં તેના સ્ટોર્સ ખોલવાની અને પછી દેશના અન્ય પ્રદેશોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. પાપા જ્હોન્સ ભારતને તેના કદ, તેમજ મધ્યમ વર્ગની વધતી આકાંક્ષાઓ અને વધતી આવકને કારણે એક મહત્વપૂર્ણ બજાર માને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીજેપી યુએઈ, સાઉદી અરેબિયા અને જોર્ડનમાં 100થી વધુ પાપા જ્હોનની રેસ્ટોરન્ટ ચલાવે છે. 2024માં ઇરાકમાં તેઓ પહેલું પાપા જ્હોનનું આઉટલેટ પણ ખોલશે. પીજેપી આગામી 10 વર્ષમાં લગભગ 1000 પાપા જ્હોનની રેસ્ટોરન્ટ્સનું સંચાલન કરવાનું લક્ષ્ય ધરાવે છે.પાપા જ્હોન ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 50 દેશોમાં 5700 રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તે વિશ્વની ત્રીજી સૌથી મોટી પિઝા ડિલિવરી કંપની છે.


Community-verified icon

LEAVE A REPLY

four × three =