The rupee depreciated by 11.3% in 2022 against the dollar
પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક)

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી ભારતનું નામ દૂર કર્યું છે. વિભાગે યુએસ કોંગ્રેસને આપેલા તેના દ્વિવાર્ષિક અહેવાલમાં આ પગલાની જાહેરાત કરી હતી. આ યાદીમાંથી દૂર કરવામાં આવનાર અન્ય દેશોમાં મેક્સિકો, ઈટાલી, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે.

આ ભારત માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. અમેરિકાએ આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન ભારતની મુલાકાતે છે અને થોડાક સમય પછી અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડનની નરેન્દ્ર મોદી સાથે જી-20 સંમેલનમાં મુલાકાત થવાની છે. સૌથી મોટો ફાયદો બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોનો થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દેશોએ ત્રણ માપદંડો પૂર્ણ કર્યા છે, જેના કારણે આ દેશોના નામ યાદીથી હટાવવામાં આવ્યા છે. સતત બે રિપોર્ટમાં ભારત અને અન્ય દેશો અંગે આ પ્રકારની રિપોર્ટ સામે આવી હતી.

અહીંયા નોંધવું રહ્યું કે અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પોતાના મુખ્ય ભાગીદાર દેશોની કરન્સી પર દેખરેખ માટે એક યાદી તૈયાર કરે છે. એમાં એ મુખ્ય વ્યાપારિક ભાગીદારની કરન્સીને લઈને ગતિવિધિ અને તેમની બીજી મોનિટરિંગ પોલિસી પર ખૂબ સૂક્ષ્મ નજર રાખે છે. છેલ્લા બે વર્ષથી ભારત અમેરિકાની આ કરન્સી દેખરેખ યાદીમાં સામેલ હતું.

LEAVE A REPLY

seven + seventeen =