અમેરિકાએ યમનમાં ત્રાસવાદી કાસિમ અલ-રીમીને ઠાર કર્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા. અલ-રીમી અલ કાયદાના સ્થાપકોમાંનો એક ત્રાસવાદી હતો. ઇમ્પીચમેન્ટમાંથી ઊગરી ગયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકાના ત્રાસવાદ વિરોધી દળે યમનમાં કાસિમ અલ-રીમી ઉપરાંત અલ કાયદાના નાયબ વડા અયમાન અલ જવાહિરીને પણ ઠાર કર્યો હોવાનું ખુદ અમેરિકાએ જાહેર કર્યું હતું.કાસિમ અલ રીમી એવા 23 રીઢા ત્રાસવાદીઓમાં એક હતો જે 2006ના ફેબ્રુઆરીની ત્રીજીએ યમનમાં જેલ તોડીને નાસી ગયા હતા. યમનમાં 2007માં થયેલા જે ત્રાસવાદી હુમલામાં સ્પેનના સાત પર્યટકો માર્યા ગયા હતા એમાં પણ અલ રીમી સંડોવાયેલો હતો. અમેરિકાએ એને ઠાર કર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.