(ANI Photo)

ઉત્તરપ્રદેશના વારાણસીની એક અદાલતે જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીને સોમવારે 32 વર્ષ જૂના હત્યાના એક કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અન્સારી પર 1991માં કોંગ્રેસના નેતાની હત્યાનો આરોપ છે. 3 ઓગસ્ટ, 1991ના રોજ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયના ભાઈ અવધેશ રાયની વારાણસીમાં અજય રાયના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

અંસારીની સામેના 61 અપરાધિક મામલામાં આ છઠ્ઠી સજા છે. રાજ્યના વિવિધ ભાગોમાં તેની સામે 20 અન્ય કેસોની સુનાવણી પેન્ડિંગ છે. મુખ્તાર અંસારીને આ એપ્રિલમાં અપહરણ અને હત્યાના અન્ય કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

મુખ્તાર અન્સારી પર ઉત્તર પ્રદેશના ઈતિહાસની કદાચ સૌથી સનસનાટીભરી રાજકીય હત્યાનો પણ આરોપ હતો. તેને નવેમ્બર 2005માં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની એક AK-47 રાઈફલથી કથિત રીતે હત્યા કરી હતી. રાયના શરીરમાંથી 21 ગોળીઓ મળી આવી હતી.

LEAVE A REPLY

seven + ten =