Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે અને બાર કાઉન્સિલના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા સહિત 600થી વધુ વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને જણાવ્યું છે કે ‘સ્થાપિત હિતોનું એક જૂથ’ ખાસ કરીને રાજકીય નેતાઓ સામેના ભ્રષ્ટાચારના કેસોમાં ન્યાયતંત્ર પર દબાણ લાવવા અને અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી અદાલતોને નુકસાન થઈ રહ્યું છે. આ સ્થાપિત હિતો આપણી અદાલતોની તુલના એવા દેશો સાથે કરી રહ્યાં છે કે જ્યાં કાયદાનું શાસન નથી.

પત્રમાં વિપક્ષના નેતાઓનો બચાવ કરતાં વકીલોના એક જૂથને ટાર્ગેટ કરાયું છે, પરંતુ કોઇનું નામ લીધા વગર આક્ષેપ કરાયો છે કે આ વકીલો દિવસભર રાજકારણીઓનો બચાવ કરે છે અને પછી રાત્રે મીડિયા દ્વારા ન્યાયાધીશોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

‘જ્યુડિશિયરી અંડર થ્રેટ-સેફગાર્ડીંગ જ્યુડિશિયરી ફ્રોમ પોલિટિકલ એન્ડ પ્રોફેશનલ પ્રેશર’ શીર્ષક હેઠળના આ પત્રમાં જણાવ્યું છે કે આ કપરા સમયમાં CJI ચંદ્રચુડનું નેતૃત્વ નિર્ણાયક છે અને સર્વોચ્ચ અદાલતે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ અને  ગૌરવપૂર્ણ મૌન જાળવવાનો આ સમય નથી.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ સ્થાપિત હિતો કોર્ટના કહેવાતા સુવર્ણ ભૂતકાળના ખોટા વર્ણનો કરે છે અને તેની હાલની સ્થિતિ સાથે તુલના કરે છે. તેમની ટિપ્પણીઓનો હેતુ અદાલતોને પ્રભાવિત કરવાનો અને રાજકીય લાભ માટે તેમને શરમજનક સ્થિતમાં મૂકવાનો છે.

પત્ર કોઇ કોઈ ખાસ કેસનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અદાલતો વિપક્ષી નેતાઓને સંડોવતા હાઇપ્રોફાઇલો કેસોની સુનાવણી કરી રહી છે ત્યારે આ પત્ર લખાયો છે. વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર રાજકીય બદલો લેવા માટે તેમના નેતાઓને નિશાન બનાવવાનો આક્ષેપ કરી રહી છે. વિરોક્ષ પક્ષોમાં કેટલાંક જાણીતા વકીલો જોડાયા છે અને તેઓ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં એકજૂથ થયા છે.

આ પત્ર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બીજાને મારવા અને ડરાવવા તે કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. પાંચ દાયકા પહેલા જ તેઓએ “પ્રતિબદ્ધ ન્યાયતંત્ર” માટે હાકલ કરી હતી – તેઓ નિર્લજ્જતાથી તેમના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા ઇચ્છે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કોઈપણ પ્રતિબદ્ધતાથી દૂર રહે છે. પીએમ પર વળતો પ્રહાર કરતાં કોંગ્રેસે મોદી પર તેના પર દંભ કરવાનો અને લોકશાહીમાં ચેડા કરવાનો આક્ષેપ કર્યો હતો.

 

LEAVE A REPLY

seventeen − ten =