ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મુલાકાતીઓએ ગુજરાતના સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતા વિવિધ મોડેલ્સ અને પ્રોજેકટ નિહાળ્યા હતા. ખાસ કરીને ભારતની સૌપ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની માહિતી મુલાકાતીઓએ મેળવી હતી. અત્યારે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પેવેલિયનમાં એક સ્ટીમ્યુલેટર મૂકવામાં આવ્યું હતું, જેમાં બેસીને બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકાતો હતો. મુલાકાતીઓ બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ કરીને રોમાંચિત થઇ ગયા હતા. આ ઉપરાંત ડાયમંડ આકારમાં બનનારા સુરત રેલ્વે સ્ટેશન,અમદાવાદ રેલવે સ્ટેશન, બોરિંગ મશીનના વિવિધ મોડેલ્સ મુલાકાતીઓએ રસપૂર્વક નિહાળ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments