સિંગાપોરની સંસદમાં 10 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવેલા બિલ મુજબ દેશમાં “ખતરનાક ગુનેગારો” ને તેમની જેલની સજા પૂર્ણ કર્યા પછી પણ અનિશ્ચિત સમય માટે જેલમાં જ રાખવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. આ સૂચિત કાયદો 21 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો માટે લાગુ પડશે કે, જેઓ હત્યા, દુષ્કર્મ અને સગીર સાથે સેક્સ કરવા જેવા ગુનાઓમાં દોષિત ઠરશે.

એક સંયુક્ત નિવેદનમાં, કાયદા અને ગૃહ બાબતોના મંત્રાલયોએ જણાવ્યું હતું કે, આ પગલું “ગંભીર સજા” હશે પરંતુ તેના દ્વારા “ખતરનાક ગુનેગારો”થી લોકો વધુ સારી રીતે સલામત રહેશે.” કોર્ટ નક્કી કરશે કે, ગુનેગારને જાહેર સુરક્ષા માટે સજાપાત્ર માનવો કે નહીં.

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મંત્રાલયો એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, જ્યાં સુધી આવા ખતરનાક અને વધુ જોખમ ધરાવતા ગુનેગારો જાહેર સલામતી માટે જોખમી છે ત્યાં સુધી તેમને સમાજમાં પરત મોકલવામાં ન આવે.
આ પ્રસ્તાવિત કાયદા અંતર્ગત, જ્યાં સુધી ગૃહ પ્રધાન માનશે નહીં કે, આવા ગુનેગારો જોખમી નથી ત્યાં સુધી તેમને તેમની જેલની મુદ્ત પૂર્ણ થયા પછી આપોઆપ મુક્ત કરવામાં આવશે નહીં. આ બિલ પર સાંસદો હવે પછી ચર્ચા કરશે, પરંતુ સત્તારૂઢ પીપલ્સ એક્શન પાર્ટીની બહુમતીના કારણે આ કાયદો પસાર થવાની સંભાવના છે.

LEAVE A REPLY

five × one =