કીવમાં રશિયાએ ટીવી ટાવર પર હુમલો કર્ય હતો. REUTERS/Carlos Barria

રશિયાના લશ્કરી દળો સામે આગળ વધી ન શકે તેવો અવરોધ ઊભો થયો છે અને યુક્રેનમાં તેમના હુમલા વધુ ભયાનક બન્યાં છે, એમ યુક્રેનની નેશનલ સિક્યોરિટી એન્ડ ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી ઓલેક્લી ડેનિલોવે જણાવ્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે મોસ્કોની મિલિટરીએ એક કે બે દિવસમાં હુમલાનો અંત લાવવાની યોજના બનાવી હતી અને ઝડપથી ભીષણ હુમલા કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં છે. તે હવે સમગ્ર વિશ્વમાં સ્પષ્ટ થયું છે અને તે રશિયા માટે પણ દેખિતું બન્યું છે. ક્રેમિલનના સૈનિકો સામે અવરોધ આવ્યો છે અને તે અતિશય ખતરનાક બન્યા છે. તેઓ યુદ્ધના નૈતિક નિયમો અને તમામ કાનૂની મૂલ્યોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ખારકીવમાં ગ્રેડ મલ્ટિપલ રોકેટથી ભયાનક આગ, યુરોપના મૂલ્યવાન હેરિટેજ ચેર્નિહીવના વિનાશ તથા યુક્રેનના શહેરો અને ગામડામાં તોપમારો જેવા હુમલા તેનો દેખિતો પુરાવો છે.

તેમણે દાવો કર્યો હતો કે દુશ્મનો હવે થકાવટની અણી પર છે, જ્યારે યુક્રેનનો પ્રતિકાર દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે. યુક્રેને દાવો કર્યો હતો કે તેને કીવ નજીક રશિયાના બે હેલિકોપ્ટર તોડી પાડ્યા હતા.