યુરોપની ‘બ્રેડ બાસ્કેટ’ કહેવાતા યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ખાદ્ય પુરવઠાની સ્થિતિ ગંભીર બની રહી છે. એગ્રીકલ્ચર એનાલિટી્ક્સ કંપની ગ્રો ઇન્ટેલિજન્સના સીઇઓ સારા મેનકરે યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલને ચેતવણી આપી છે કે વિશ્વ પાસે માત્ર 10 અઠવાડિયા એટલે કે 70 દિવસના ઘઉં બાકી છે. આ 2008 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે વિશ્વમાં આવી ખાદ્ય કટોકટી ‘એક પેઢીમાં એકવાર’ થાય છે. દરમિયાન હવે વિશ્વની નજર જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની બેઠક પર ટકેલી છે જેમાં ઘઉંના સંકટનો મુદ્દો મુખ્ય બની શકે છે.

ગો ઇન્ટેલિજન્સનો અહેવાલ જણાવે છે કે વિશ્વમાં ઘઉંના પુરવઠાનો માત્ર 10 અઠવાડિયાનો સ્ટોક બાકી છે. ખરેખર રશિયા અને યુક્રેન વિશ્વના ઘઉંનો આશરે 25 ટકા સપ્લાય કરે છે અને પશ્ચિમી દેશોને ડર છે કે પુતિન ઘઉંનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રશિયામાં આ વર્ષે ઘઉંનો પાક સારો રહ્યો છે અને પુતિન તેને નિયંત્રિત કરી શકે છે. તે જ સમયે ખરાબ હવામાનને કારણે યુરોપ અને અમેરિકામાં ઘઉંના પાકને નુકસાન થયું છે.

ગો ઇન્ટેલિજન્સના CEO સારાહ મેનકરે ચેતવણી આપી હતી કે ખાદ્ય પુરવઠો અનેક “અસાધારણ” પડકારોનો સામનો કરી રહ્યો છે. આ ખાતરોનો અભાવ, આબોહવા પરિવર્તન અને ખાદ્ય તેલ અને અનાજના રેકોર્ડ ઓછા ભંડારને કારણે છે. તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે તાત્કાલિક અને આક્રમક વૈશ્વિક પ્રયાસ સાથે અમે અસાધારણ માનવ દુર્ઘટના અને માનવોને આર્થિક નુકસાન તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે ધ્યાન દોર્યું કે આવી કટોકટી પેઢીમાં માત્ર એક જ વાર આવે છે અને ભૌગોલિક રાજકીય યુગને નાટકીય રીતે બદલી શકે છે.