The Kapil Sharma Show will end?
(ANI Photo)
લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માનો નવો કોમેડી શો જે નેટફ્લિક્સ પર પ્રસારિત થતો હતો તે હવે બંધ થઇ ગયો છે. આ અંગે અર્ચના પૂરન સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, કપિલ શર્મા અને તેમનો ‘ધ ગ્રેટ  ઈન્ડિયા  કપિલ શૉ’ બંધ કરવામાં  આવ્યો છે.
આ માહિતી મળ્યા પછી શૉના ફેન્સ અને દર્શકોને આશ્ચર્ય થયું હતું. કારણ કે આ શો 30 માર્ચથી જ શરૂ થયો અને તેના માત્ર એપિસોડ જ દર્શાવાયા હતા. જોકે, આ શૉના એક સભ્ય કોમેડિયન કીકુએ એવો ખુલાસો કર્યો છે ,કે શૉને  બીજી સીઝન માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેને થોડા  સમય માટે જ સ્થગિત કરવામાં આવ્યો છે.  જોકે બીજી વાત તો એવી પણ સાંભળવામાં આવી છે કે આ શૉમાં કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવર પણ હોવા છતાં તે દર્શકોને પસંદ આવ્યો નથી.

LEAVE A REPLY