(ANI Photo)

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માને ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાત વર્ષથી આ કેસની સુનાવણી કરી રહેલી અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે ચુકાદો સંભળાવ્યો હતો. ‘સત્યા’, ‘રંગીલા’ ફેમના વર્મા સુનાવણી દરમિયાન હાજર ન હતાં, જેના કારણે કોર્ટે તેમની ધરપકડ માટે સ્ટેન્ડિંગ બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું હતું.

ફિલ્મ નિર્માતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મારા અને અંધેરી કોર્ટ વિશેના સમાચારોના સંદર્ભમાં, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે 2 લાખ 38 હજાર રૂપિયાની રકમના 7 વર્ષ જૂના કેસ સાથે સંબંધિત છે, જે એક ભૂતપૂર્વ કર્મચારી સાથે સંબંધિત છે. તે સમાધાન વિશે નથી. નજીવી રકમ છે પરંતુ તે કોઈપણ રીતે બનાવટના પ્રયાસોમાં શોષણનો ભોગ ન બનવા વિશે છે.

વર્માને ત્રણ મહિનાની અંદર ફરિયાદીને વળતર રૂપે રૂ.3.72 લાખ ચૂકવવા અથવા વધારાની ત્રણ મહિનાની સાદી કેદનો સામનો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. શ્રી નામની કંપનીએ મહેશચંદ્ર મિશ્રા વતી 2018માં વર્માની કંપની સામે આ કેસ કર્યો હતો. ફિલ્મ નિર્માતાએ તાજેતરના વર્ષોમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કોવિડ -19 મહામારી દરમિયાન વર્માએ ઓફિસ વેચવી પડી હતી.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments