Women's T20 World Cup: India beat Pakistan by 7 wickets
(ANI Photo)

સાઉથ આફ્રિકામાં શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં રવિવારે ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવી ટુર્નામેન્ટનો શાનદાર આરંભ કર્યો હતો. કેપટાઉનમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરી ચાર વિકેટે 149 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે એક ઓવર બાકી હતી ત્યારે, 19મી ઓવરના અંતે ત્રણ વિકેટે 151 રન કરી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. 

પાકિસ્તાનની સુકાની બિસ્માફ મારૂફે અણનમ 68 તથા આયેશા નસીમે અણનમ 43 કર્યા હતા. ભારત વતી રાધા યાદવે બે અને દિપ્તિ શર્માએ એક વિકેટ લીધી હતી. 

જવાબમાં ભારત તરફથી જેમિમા રોડ્રીગ્ઝે અણનમ 53 તથા શેફાલી વર્માએ 33 અને વિકેટકીપર ઋચા ઘોષે અણનમ 31 કર્યા હતા.  

અન્ય મેચના પરિણામ 

સાઉથ આફ્રિકા સામે શ્રીલંકાનો 3 રને વિજય

વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડનો 7 વિકેટે વિજય

ન્યૂ ઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 97 રને વિજય 

બાંગ્લાદેશ સામે શ્રીલંકાનો 7 વિકેટે વિજય 

LEAVE A REPLY

17 − sixteen =