ભારતીય સિવિલ સર્વિસ ક્ષમતા વધારવા 2020માં હાથ ધરાયેલા રાષ્ટ્રીય ‘મિશન કર્મયોગી’ કાર્યક્રમ માટે વિશ્વબેંક 47 મિલિયન ડોલરની સહાય આપશે. ભારતમાં સેવારત 18 મિલિયન સિવિલ સર્સ્થાવન્નિટો પૈકી બે તૃત્યાંશ રાજ્ય અને સ્થાનિક સ્તરે કાર્યરત છે. આ સહાય અંતર્ગત તંદુરસ્ત પરિફાઇ ક્ષમતા માળખા, સુગઠિત પ્રશિક્ષણ પ્લેટફોર્મ તેમજ મૂલ્યાંકન મજબૂત બનાવાશે. જાહેર સાહસોની મજબૂતી વધારવા, ગરીબી નિવારણ સર્વત્ર પ્રગતિની પહોંચ સહિતના વિશ્વબેંકના લક્ષ્યાંકની પૂર્તિ માટે ભારત અને વિશ્વબેંકના સહયોગથી ‘મિશન કર્મયોગી’ પ્રોજેક્ટ હાથ ધરાયાનું જણાવાયું હતું. વિશ્વબેંક ટાસ્ક ટીમના વડા વિક્રમ મેનને જણાવ્યું હતું તે પ્રોજેક્ટથી કેન્દ્રીય પ્રધાનો, સરકારી વિભાગો, એજન્સીઓને મદદ મળવા ઉપરાંત ઓનલાઇન પ્રશિક્ષણ માળખું ઉભું થઇ શકશે. આ લોન પાકવાની મુદત 11 વર્ષની તથા વધારાના 4.5 વર્ષની રહેશે.