Big financial help from America to Pakistan to fight terrorism

અમેરિકામાં ઓમિક્રોન વેરિયન્ટના હાહાકારથી આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાતા કંપનીઓને પડી ભાંગેલી ઇન્વેન્ટરીઓને પુનઃ ઉભી કરવા વિદેશી પેદાશો ખરીદવી પડતાં તથા વિક્રમી ફુગાવાના કારણે અર્થતંત્ર વર્તમાન વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સોચાવા છતાં પ્રેસિડેન્ટ બાઇડેને વ્હાઇટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે મંદીની શક્યતાની તેમને ચિંતા નથી. તેમણે જણાવ્યુંનીચો બેરોજગારી દર તથા ખર્ચમાં વધારો અર્થતંત્રની મજબૂતીના પુરાવા છે.
વાણિજ્ય વિભાગેબહાર પાડેલા આંકડાની નોંધ લેતા વિશ્લેષકોએ પણ પ્રમુખના જેવી વાત કરતાં ઉમેર્યું હતું કે વપરાશકારો અને વેપાર-ધંધાઓ દ્વારા વધારાયેલો ખર્ચ અર્થતંત્રની મજબૂતીના નિર્દેષાંક છે.
2020માં કોરોના મહામારીના ઉપદ્રવ પછી વ્યાપક પ્રમાણ લે-ઓફ તથા વિક્રમી આર્થિક પ્રવૃત્તિ પતન તથા ગત વર્ષે જીડીપીના પંચ ટકા વિસ્તરણના વાતાવરણમાં ફુગાવો 1980ના દાયકા પછીના સૌથી વધારે વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. 2021માં જીડીપીના 6.9 ટકા વિસ્તરણ વચ્ચે અર્થતંત્રના મંદીના દોરમાં પ્રવેશના ભણકારાને ઓક્સફર્ડ ઇકોનોમિક્સના લીડીયા લાઉસૌરે પણ દેખાય છે તેટલો ચિંતાજનક નહીં હોવાનું જણાવ્યું હતું.
વાણિજ્ય વિભાગના આંકડા પ્રમાણે વપરાશકારનો ખર્ચ 2.7 ટકા અને વેપાર-ધંધાનો ખર્ચ 7.3 ટકા (અગાઉના ક્વાર્ટર કરતાં) વધ્યો છે. પેન્થેઓન માઇક્રોનોમિક્સના ઇયાન શેફર્ડસને જણાવ્યું હતું કે અર્થતંત્ર મંદી તરફ ધકેલાતું નથી કન્ઝયુમર ગુડ્ઝ મોરચે વધેલી આયાતથી નેટ વેપાર ખોરવાયો હતો.