Getty Images)

વિશ્વભરમાં કોરના સંક્રમણના અત્યાર સુધીમાં 84 લાખ 8 હજાર કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 51 હજાર 462 લોકોના મોત થયા છે. 44 લાખ 18 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કઝાખસ્તાનના 79 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ અને લીડર ઓફ ધ નેશન નૂરસુલ્તાન નજરબાયેવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હાલ તેઓ આઈસોલેશનમાં છે. એક નિવેદનમાં કહેવાયું છે કે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ ઘરેથી કામ કરી રહ્યા છે.પેરુમાં પોઝિટિવ કેસ ઈટાલી કરતા વધારે થઈ ગયા છે.હોંગકોંગમાં 6 મહિના પછી ડિઝનીલેન્ડ ખુલ્યું છે. મહામારીના કારણે જાન્યુઆરીમાં તેને બંધ કરાયું હતું.

અમેરિકામાં અત્યાર સુધીમાં 22 લાખ 34 હજાર 475 કેસ નોંધાયા છે. જેમા 1.20 લાખ લોકોના મોત થયા છે. 9.19 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે દેશમાં બીજીવાર લોકડાઉન નહીં લાગુ કરીએ.

ટેક્સાસ, ફ્લોરિડા, એરિજોના, ઓક્લાહોમા જેવા ઘણા રાજ્યોમાં સંક્રમણના કેસ બીજીવાર વધી રહ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 809 લોકોના જીવ ગયા છે, જ્યારે 26 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 9 લાખ 60 હજાર 309 કેસ નોંધાયા છે અને 46 હજાર 665 લોકોના મોત થયા છે.