Getty Images)

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 68 હજાર 648 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 1.62 લાખ ટેસ્ટ કરાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી 62 લાખ 49 હજાર 668 સેમ્પલની તપાસ કરાઈ છે. તો બીજી તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ભારતની પહેલી કોવિડ-19 ટેસ્ટીંગ મોબાઈલ લેબને લોન્ચ કરી છે.

તો બીજી બાજુ બુધવારે એક દિવસમાં સૌથી વધારે 13 હજાર 107 નવા દર્દી સામે આવ્યા અને 341 લોકોના મોત થયા હતા.દિલ્હીમાં રેકોર્ડ 2414 અને ઉત્તરપ્રદેશમાં 583 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. જે મહારાષ્ટ્ર પછી બીજુ સૌથી સંક્રમિત રાજ્ય છે.

આ સાથે જ સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)માં ચાર મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવી છે. આ સાથે જ અત્યાર સુધી એજન્સીમાં 8 લોકો સંક્રમિત થયા છે. આ પહેલા બુધવારે સાંજે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે મંગળવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

AAP ધારાસભ્ય આતિશી પણ સંક્રમિત મળી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને RJD નેતા રઘુવંશ પ્રસાદ સિંહ પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. સાથે જ કેન્દ્રના આદેશ પર દિલ્હીમાં કોરોનાની તપાસ ફી 2400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.