What does Yami Gautam dislike about Bollywood?
(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

યામી ગૌતમે નવા પ્રોજેકટનું કામ શરૂ કર્યુ છે. તેણે ફિલ્મ ‘એ થર્સડે’નું શુટીંગ શરૂ કરી દીધુ છે. નિર્દેશક બેહજાદ ખંબાટાની આ ફિલ્મ થ્રિલર છે. એક અકલ્પનિય દિવસની કહાની છે. ફિલ્મનું લેખન પણ બેહજાદે જ કર્યુ છે.

આરએસવીપી અને બ્લુ મંકી નિર્મિત આ ફિલ્મમાં યામી નૈના જયસ્વાલની ભુમિકા નિભાવી રહી છે. તે સોળ બાળકોને બંધક બનાવનાર બુધ્ધીશાળી પ્લે સ્કૂલની શિક્ષિકાનો રોલ છે. યામી પહેલી વખત આ પ્રકારના નેગેટીવ જેવા રોલમાં જોવા મળવાની છે.

આ થ્રિલર ફિલ્મમાં યામી ઉપરાંત ડિમ્પલ કાપડીયા, નેહા ધુપીયા, અતુલ કુલકર્ણી, માયા સરાઓ સહિતના પ્રતિભાશાળી કલાકારો છે. હિમાચલ પ્રદેશ બિલાસપુરની વતની યામીએ વર્ષ ૨૦૦૮માં ટીવી શો ચાંદ કે પાર ચલોથી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી ૨૦૦૯મા કન્નડ ફિલ્મ કરી હતી. ત્યારબાદ ૨૦૧૩માં પહેલી હિન્દી ફિલ્મ ટોટલ સિયપ્પા આવી હતી. એ પછી તેણે એકશન જેકશન, બદલાપુર, સનમ રે, કાબીલ, સરકાર-૩, બાલા, ઉરી સહિતની ફિલ્મો કરી છે. ભૂત પોલીસ, દસવી તેની આવનારી ફિલ્મો છે.