(Photo by VALERIE MACON/AFP via Getty Images)

પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથેના સંબંધોની એક ખાનગી વાત જાહેર કરી છે. પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તે વીડિયો ઓપરા વિન્ફ્રેના જાણીતા ટોક શો- સુપર સોલનો છે. જેમાં પ્રિયંકાએ તેના અંગત જીવન સાથે જોડાયેલી વાતો જણાવી હતી.

તેણે કહ્યું કે, ‘જ્યારે નિકે મને પ્રપોઝ કર્યું હતું ત્યારે હું ગંભીર નહોતી. કારણ કે, અમારા બંને વચ્ચે ઉમરનો તફાવત વધુ હતો. હું માત્ર પુસ્તકનું કવર જોઇને આખી બુકને જજ કરી શકતી નથી. હું પ્રામાણિકતાથી કહું છું કે, મેં ત્યારે નિકને ગંભીરતાથી લીધો નહોતો. નિક મને ડેટ માટે મેસેજ કરતો હતો. હું ૩૫ વર્ષની હતી અને હું લગ્ન અને બાળકો ઇચ્છતી હતી. નિક જોનાસ સાથે મુલાકાત બાદ મારામાં સંપૂર્ણપણે પરિવર્તન આવ્યું હતું. મેં અગાઉ ક્યારેય ખૂબ જ આત્મવિશ્વાસી વ્યક્તિ, સમજૂ, મારી સફળતો માટે ખુશ, મારા સપનાઓ માટે ઉત્સાહી વ્યક્તિ જોયો નથી. મેં સાચી ભાગદારી નિભાવતો જીવનસાથી જોયો નથી. મેં નિક સાથે લગ્ન કરતાં અગાઉ મારા મમ્મી સાથે વાત કરી. મેં મારા માતા-પિતાને જોયા છે કે કેવી રીતે તે એક બીજા સાથે આનંદિત દામ્પત્ય જીવન જીવતા હતા. તેઓ સાથે રહેતાં, સાથે કામ કરતાં હતાં. સાથે જ એક ઘર બનાવ્યું. સરખી ભાગીદારીમાં જીવનનું સર્જન કર્યું હતું. નિક અને પ્રિયંકા પ્રથમવાર વર્ષ ૨૦૧૭માં વેનિટી ફેર ઓસ્કર પાર્ટીમાં મળ્યા હતા. પછી તેઓ મે,૨૦૧૮માં મેટ ગાલામાં પહોંચ્યા હતા. તેમણે કસ્ટમ રાલ્ફ લોરેનનું ડિઝાઇન કરેલું ડ્રેસ પહેર્યું હતું. પછી તેઓ એક બેઝબોલ મેચમાં સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા-નિક ડિસેમ્બર ૧૮માં લગ્નગ્રંથીએ જોડાયા હતા.