સોસિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ સામે કથિત અપમાનજનક ટીપ્પણી બદલ બિગ બોસ-9 ફેમ એક્ટ્રેસ યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. જોકે, પછી તેને વચગાળાના જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે યુવિકાએ પોતાના વ્લોગમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. યુવિકાની સોમવાર, 18 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. યુવિકા મુંબઈથી પતિ પ્રિન્સ સાથે હરિયાણા આવી હતી.
અહીંયા તે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશને ગઈ હતી. યુવિકા પતિનો હાથ પકડીને પોલીસ સ્ટેશન આવી હતી
એક્ટ્રેસે એક વીડિયોમાં આ જાતિવિષયક ટીપ્પણી કરી હતી. આ વીડિયો વાઇરલ થયો હતો. જોકે પછીથી તેને માફી પણ માગી હતી.













