Vol. 3 No. 272 About   |   Contact   |   Advertise 2nd December 2021


‘ ’
euro
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઓમિક્રોનઃ યુકે, અમેરિકા, કેનેડા સહિતના દેશોના સા. આફ્રિકા, 7 દેશો સામે નિયંત્રણો

યુકે, યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા કેટલાક આરબ દેશોએ દક્ષિણ આફ્રિકન દેશો સામે પ્રવાસ નિયંત્રણો લાદયા છે. કોરોનાના નવા સ્ટ્રેઇનના વ્યાપક ફેલાવાની ચિંતાથી યુકેએ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે નામીબિયા, લેસોથો, મલાવી મોઝામ્બિક, એસ્વાતિનીથી સીધી ફલાઈટ્સ ઉપર પણ પ્રતિબંધો લાદયા છે.

Read More...
ભારતની નવી ટ્રાવેલ ગાઇડલાઇનમાં યુકે સહિતના દેશોના મુસાફરો માટે કોરોના ટેસ્ટ, ક્વોરન્ટાઈન ફરજિયાત

કોરોનાના નવા વેરિયન્ટને કારણે ભારત સરકારે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ માટે ટ્રાવેલ ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. આ નવી ગાઇડલાઇન્સ પહેલી ડીસેમ્બરથી અમલી બનશે. સરકારે “કંટ્રીઝ એટ-રીસ્ક”માંથી આવતા ટ્રાવેલર્સ માટે આગમન પછી તરત જ કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.

Read More...
યુકેમાં પુખ્ત વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ અપાશે: બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડાશે

સરકારે સોમવારે પોતાના કોવિડ-19 બૂસ્ટર રસીકરણ કાર્યક્રમને વિસ્તૃત કરવાની જાહેરાત કરી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકોને ત્રીજી ટોપ-અપ રસીનો ડોઝ આપવાની અને બે રસી વચ્ચેનું લઘુત્તમ અંતર છ માસથી ઘટાડીને ત્રણ મહિના સુધીનું કરવાની જાહેરાત કરી હતી.

Read More...
સર કેર સ્ટાર્મરે લેબર શેડો મિનિસ્ટ્રીમાં આશ્ચર્યજનક ફેરફારો કર્યા

યુકેમાં નવા કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટને રોકવાના અસ્થાયી અને સાવચેતીનાં પગલાં તરીકે વડા પ્રધાન બોરિસ જૉન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી મંગળવાર તા.

Read More...
હન્સલોમાં ‘ગુચી બેગ’ બાબતે 16 વર્ષના રિશ્મીત સિંહની કરપીણ હત્યા

હન્સલોમાં 24 નવેમ્બરે બુધવારે સાંજે રેલે રોડ પર લોકોના જૂથ સાથેની લડાઈ બાદ છરાબાજીના અહેવાલો વચ્ચે છરીના ઘા મારીને હત્યા કરાયેલા 16 વર્ષના શીખ કિશોરનું નામ રિશ્મીત સિંહ હોવાનું બહાર આવ્યું છે.

Read More...
શોપિંગ ટ્રોલી પર સાઇડ હેન્ડલ્સ લગાવવાથી ગ્રાહકો વધુ ખર્ચ કરે છે

તમે સુપરમાર્કેટ્સ કે શોપીંગ મોલ્સમાં ખરીદી કરવા જાવ અને શોપીંગ ટ્રોલીઝમાં બન્ને તરફ હેન્ડલ્સ લગાવેલા હોય તો તમે સમજી જજો કે તે તમારી પાસેથી વધુ ખરીદી કરાવવાની ચાલ છે.

Read More...
યુકેમાં 4 નવા નદી કાયાકલ્પ ગંગા કનેક્ટ ચેપ્ટર્સ શરૂ થયા

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NCMG) અને લંડનમાં ભારતના હાઈ કમિશને બ્રિટનમાં ચાર નવા પ્રકરણોની શરૂઆત સાથે ‘નમામી ગંગે’ નદીના કાયાકલ્પના એજન્ડાના ભાગ રૂપે એક નવા ભારત-યુકે સહયોગ પ્રયાસનું અનાવરણ કર્યું છે.

Read More...
ત્રણ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થિનીઓની રહોડ્ઝ સ્કોલરશિપ માટે પસંદગી

ત્રણ ઇન્ડિયન અમેરિકન અને એક નેપાળી અમેરિકન વિદ્યાર્થીની 2022ના યુએસ રહોડ્ઝ સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે, તેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

Read More...
ભારતમાં પ્રથમવાર પુરુષોની તુલનાએ મહિલાઓની સંખ્યા વધી

ભારતમાં પ્રથમવાર પુરૂષોની સરખામણીએ મહિલાઓની વસ્તીમાં વધારો થયો છે. હવે પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,020 નોંધાઈ છે.

Read More...
મેહુલ ચોક્સીએ પોતાના અપહરણની દહેશત વ્યક્ત કરી

ભારતના હીરાના વેપારી અને ભાગેડુ મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને ડર છે કે, તેનું ફરી અપહરણ કરવામાં આવી શકે છે.

Read More...
ત્રણ કૃષિ કાયદા રદ કરતાં બિલને સંસદના સત્રના પહેલા જ દિવસે બહાલી

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે સોમવારે સંસદે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરતા બિલને મંજૂરી આપી હતી. વિપક્ષના ભારે હંગામા વચ્ચે કૃષિ કાયદાઓની વાપસીનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું હતું.

Read More...
ગુજરાતની 10,879 ગ્રામ પંચાયતોની 19 ડિસેમ્બરે ચૂંટણી, 21મીએ પરિણામ

ગુજરાતના 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે અને તેનું રિઝલ્ટ 21 ડિસેમ્બરે જાહેર થશે, એવી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી.

Read More...
સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ વિરુદ્ધ ગાંધીજીના પ્રપૌત્રની અરજી હાઇકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વિરુદ્ધ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરી જાહેર હિતની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી.

Read More...
વાયબ્રન્ટ ગુજરાત માટે મુખ્યપ્રધાનનો દિલ્હીમાં રોડ-શો

10 જાન્યુઆરી 2022થી ગુજરાતના ગાંધીનગર ખાતે ચાલુ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 25 નવેમ્બરે દેશની રાજધાની નવી દિલ્હીમાં રોડ-શો કર્યો હતો.

Read More...
ગુજરાતના શહેરોમાં નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય હાઇકોર્ટમાં પડકારાયો

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના કેટલાંક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં જાહેર રસ્તા અને ધાર્મિક સ્થળોની નજીકથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણયને બુધવાર, 24 નવેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

Read More...

  Sports
ન્યૂઝીલેન્ડનો મક્કમ પ્રતિકાર, કાનપુર ટેસ્ટ રોમાંચક ડ્રો

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ સોમવારે પાંચમાં દિવસે ડ્રોમાં પરિણમી હતી. આ મેચમાં ભારત જીતની નજીક આવી ગયું હતું, પરંતુ ન્યૂઝીલેન્ડના પૂંછડિયા ખેલાડીઓએ હારથી ન્યૂઝિલેન્ડને બચાવી લીધું હતું.

Read More...
શ્રેયસ ઐયરનો ટેસ્ટ ડેબ્યુમાં સદી અને અડધી સદીનો રેકોર્ડ

શ્રેયસ ઐયરે ટેસ્ટ ક્રિકેટમાં મળેલી તક બરાબર ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી કર્યા પછી બીજી ઈનિંગમાં પણ તેણે અડધી સદી કરી હતી.

Read More...
ભારત જુનિયર વર્લ્ડ કપ હોકીની ક્વાર્ટર ફાઈનલમાં

ભારતના ઓડિશામાં પાટનગર ભૂવનેશ્વરમાં રમાઈ રહેલી જુનિયર વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં ભારત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે, તો પાકિસ્તાન અને અમેરિકા સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

Read More...
એશિઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાનું સુકાનીપદ કમિન્સને સોંપાયું

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ઈંગ્લેન્ડ સામેની આગામી એશિઝ સીરીઝમાં કાંગારૂ ટીમનો સુકાનીપદ નિમાયો છે. સ્ટીવ સ્મિથ ઉપસુકાની રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગયા સપ્તાહે આ જાહેરાત કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
euro
 
 
  Business
વિદેશથી નાણાં મોકલવામાં ભારતીયો મોખરે

વર્લ્ડ બેન્કે તેના એક અહેવાલમાં ગયા સપ્તાહે જણાવ્યુ હતું કે, દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારા ભારતને 2021માં 87 બિલિયન ડોલરનું રેમિટન્સ પ્રાપ્ત થયું છે, જેમાં અમેરિકાથી સૌથી વધારે નાણાં આવ્યા છે અને તેનો કુલ ભંડોળમાં 20 ટકાથી વધુ હિસ્સો છે.
વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશોની યાદીમાં ભારત પછી ચીન, મેક્સિકો, ફિલિપાઇન્સ અને ઇજિપ્તનો ક્રમે આવે છે. કોરોના મહામારી હોવા છતાં દેશમાં આવતો નાણાપ્રવાહ ઘટ્યો નથી. વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિદેશથી આવેલી રકમ 2021માં 7.3 ટકા વધીને 589 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતમાં રેમિટન્સનો પ્રવાહ 2022માં ત્રણ ટકા વધીને 89.6 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. 2020માં ભારતમાં 83 બિલિયન ડોલરનું રેમિટન્સ આવ્યું હતુ. વિદેશથી સૌથી વધારે નાણાં એટલે કે રેમિટન્સ મેળવવામાં ભારત પ્રથમ ક્રમે છે. આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કોરોનાના રોગચાળાના બીજા મોજા અને ઉંચા મૃત્યુઆંક વચ્ચે પણ 4.6 ટકાની વૃદ્ધિ ઘણી મહત્વની છે.

Read More...
મુકેશ અંબાણીનું સંતાનો વચ્ચે સંપત્તિની વહેંચણી અંગે મંથન

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાના અંદાજે $208 બિલિયનના બિઝનેસ સામ્રાજ્યના ઉત્તરાધિકારી નિશ્ચિત કરવાની યોજના તૈયાર કરી રહ્યા હોવાનો તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે 64 વર્ષના મુકેશ અંબાણી વિશ્વના ધનિક પરિવારોએ પોતાના સંતાનોમાં બિઝનેસની કરેલી વહેંચણીના મોડલનો અભ્યાસ કરી રહ્યાં છે.
અંબાણીને વોલ્ટમાર્કના વોટ્સન પરિવારનું મોડલ વધુ પસંદ આવ્યું હોવાનું માનવામાં આવે છે. મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ તથા પુત્રી ઈશા અંબાણી રિટેલ તથા ટેલિકોમ જેવી કંપનીઓના ડિરેક્ટર હોદ્દા સાથે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને અનંત અંબાણી જિઓ પ્લેટફોર્મ્સમાં ડિરેક્ટર છે.

Read More...
મુકેશ અંબાણી પાછળ રહી ગયા, ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર બન્યાં

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પાછળ છોડતાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, એમ બુધવારે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં જણાવાયું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જૂન 2015થી સૌથી અમીર ભારતીયના પદ પર હતા. બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને પગલે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે. અરામ્કોને સાથેનો 15 બિલિયન ડોલરનો સોદો રદ થયા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ધોવાણ થયું હતું અને તેનાથી તેમના શેરહોલ્ડિંગના વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.

Read More...
મોટાભાગની ક્રિપ્ટોકરન્સીનો કારોબાર સંકેલાઈ જશે: રઘુરામ રાજન

ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે જણાવ્યું હતું કે હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ જશે. રાજનનું માનવું છે કે, હાલ છ હજાર જેટલી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં છે, જેમાંથી માંડ એકાદ-બે જ પોતાનું અસ્તિત્વ જાળવી શકશે. એક ઈન્ટર્વ્યુમાં અર્થશાસ્ત્રી રાજને કહ્યું હતું કે કોઈ વસ્તુ માત્ર મોંઘી હોવાના કારણે જ તેનું મૂલ્ય વધારે હોય તો સમજી લેવું કે તેનો ફુગ્ગો ગમે ત્યારે ફુટી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક કોઈન્સ માત્ર એટલા માટે જ વેલ્યૂ ધરાવે છે કે કેટલાક મૂર્ખ તેમાં રોકાણ કરવા તૈયાર બેઠા હોય છે.
રઘુરામ રાજનનું કહેવું છે કે, ક્રિપ્ટોકરન્સી પણ ચીટ ફંડ્સ જેવી સમસ્યાઓ સર્જી શકે છે. ચીટ ફંડ્સ લોકો પાસેથી રુપિયા ઉઘરાવે છે અને એક દિવસ તેમનો ફુગ્ગો ફુટી જાય છે. ક્રિપ્ટો એસેટ્સ ધરાવતા ઘણા લોકો સરકારના આ વર્તનથી નારાજ હશે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના ક્રિપ્ટોમાં કોઈ પરમેનન્ટ વેલ્યૂ નથી, પરંતુ કેટલીક ક્રિપ્ટોકરન્સી ક્રોસ-બોર્ડર પેમેન્ટને સરળ બનાવવાનો હેતુ સારી રીતે પૂરો પાડતી હોવાથી તે કદાચ ટકી જાય.

Read More...
  Entertainment

માધુરીની વેબસીરિઝનું શૂટિંગ ગુજરાતમાં

માધુરી દીક્ષિત તેની નવી વેબસીરિઝના શૂટિંગ માટે તાજેતરમાં ગુજરાતમાં હતી. તેણે અમદાવાદ અને પાવાગઢમાં ફેમિલી ડ્રામા વેબસીરિઝ ‘મેરે પાસ મા હૈ’નું શૂટિંગ કર્યું હતું. તેણે આ અંગે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેની સામે ગુજરાતી વાનગીઓથી ભરેલી થાળી જોવા મળી રહી છે. માધુરીની થાળીમાં ગુજરાતી કઢી, કાલાજાંબુ, બટાકાનું શાક, દાળ, પાતરાં, અથાણું, પૂરી, રોટલી, ત્રિરંગી ઢોકળા, છાશ, દહીં, પાપડ, ઘારી અને અન્ય બે શાક જોવા મળી રહ્યા છે. માધુરીએ આ વીડીયો પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, ફૂડ=પ્રેમ. આ સાથે જ માધુરીએ ગુજરાતી થાળી, જ્યારે ગુજરાતમાં હોય ત્યારે અને પ્રેમ પ્રેમ છે જેવા હેશટેગ વાપર્યા છે.
ઉપરાંત ગુડ ફૂડ ઈઝ ગુડ મૂડ એટલે સારું ભોજન મૂડ સારો બનાવે છે તેમ કહ્યું છે. ખાવાની શોખીન માધુરી દીક્ષિત ‘મારું મન મોહી ગયું’ ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. માધુરીની પોસ્ટ જોતાં લાગી રહ્યું છે કે, વીડીયોમાં જોઈ શકો છો કે માધુરી દીક્ષિત બ્રાઉન રંગની પ્રિન્ટેડ સાડી અને બ્લૂ બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ત્યારે પોતાની ડેઈલી લાઈફની ઝલક ફેન્સને બતાવતી રહી છે.

Read More...

કરણની ફિલ્મમાં ફરાહખાનની કોરિયોગ્રાફી

બોલીવૂડનો જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર ઘણા સમય પછી ફિલ્મ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રોકી ઔર રાનીકી પ્રેમ કહાની’નું ડાયરેક્શન કરશે. હવે આ ફિલ્મ અંગે નવી માહિતી મળી રહી છે. કહેવાય છે કે કરણે ફિલ્મની કોરિયોગ્રાફીનું કામ ફરાહ ખાનને સોંપ્યું છે, તે ફિલ્મના ગીતો પર કોરિયોગ્રાફી કરશે. તે લગભગ નવ વર્ષ પછી કરણ સાથે કામ કરી રહી છે.
આ અંગે ફરાહ ખાને જણાવ્યું હતું કે, અમે છેલ્લે 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હું કોરિયોગ્રાફીના ગીતો માટે બહુ ચૂઝી રહી છું. પરંતુ ઘણા સંબંધો ખાસ હોવાથી તેના માટે કામ કરવાની પદ્ધતિઓમાં બાંધછોડ કરવી પડતી હોય છે. કરણ અને મારા સંબંધો વિશેષ છે. તેથી હું ફરી તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.

Read More...

જ્હાનવી-રાજકુમારની નવી ફિલ્મ

હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ બાદ રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર ટૂંક સમયમાં પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ છે. કરણ જોહરે આ ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. કરણ જોહરે ફિલ્મની જાહેરાત કરતો એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર દેખાતા નથી પરંતુ બેકગ્રાઉન્ડમાં બંનેનો અવાજ સંભળાય છે. જેમાં બંને કહી રહ્યા છે- ‘ક્યારેક સપના પૂરા કરવા માટે બે લોકોની જરૂર પડે છે.’
આ ફિલ્મની જાહેરાત કરતા કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું – ‘એક સપનું બે દિલે જોયું. પ્રસ્તુત છે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’. ડાયરેક્ટર શરણ શર્મા ફરી એકવાર તમારી સામે બે દિલની વાર્તા લાવી રહ્યા છે.

Read More...

અભિષેક બચ્ચનની નવી ફિલ્મ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રીલીઝ થશે

અભિષેક બચ્ચનની નવી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ને રીલીઝ કરવાની તારીખ છેવટે નક્કી કરવામાં આવી છે. દિયા અન્નપૂર્ણા ઘોષના સૌપ્રથમ ડાયરેક્શન અને ગૌરી ખાન તેમ જ અન્ય નિર્માતાઓના દ્વારા નિર્મિત આ ફિલ્મ 3ડિસેમ્બરે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રીલિઝ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી સુજોય ઘોષની ‘કહાની’ના આઇકોનિક પાત્રની તે નામ સાથે જ સંકળાયેલી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store