(istockphoto.com)

સરકારે સોમવારે પોતાના કોવિડ-19 બૂસ્ટર રસીકરણ કાર્યક્રમને વિસ્તૃત કરવાની જાહેરાત કરી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકોને ત્રીજી ટોપ-અપ રસીનો ડોઝ આપવાની અને બે રસી વચ્ચેનું લઘુત્તમ અંતર છ માસથી ઘટાડીને ત્રણ મહિના સુધીનું કરવાની જાહેરાત કરી હતી.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે તા. 29ના રોજ હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે ‘’સરકારે નવા ઓમિક્રોન વેરિઅન્ટ સહિત, કોવિડ-19 સામે “સંરક્ષણની શ્રેષ્ઠ લાઇન” માટે JCVIની સલાહને સંપૂર્ણ રીતે સ્વીકારી છે. રસીઓ અને વાઇરસ વચ્ચેની આ સ્પર્ધામાં, નવા વેરિઅન્ટે વાઇરસને વધારાના પગ આપ્યા હશે. આ નવા વેરિઅન્ટની પૃષ્ઠભૂમિમાં અમે વધુ ઝડપથી જવા માંગીએ છીએ. બૂસ્ટર ડોઝ ચેન્જ અમારા રસીકરણ કાર્યક્રમ માટે એક વિશાળ પગલું રજૂ કરે છે. બૂસ્ટર ડોઝ મેળવવામાં સક્ષમ લોકોની સંખ્યા લગભગ બમણી થઈ રહી છે. કોવિડ-19 દૂર થયો નથી અને અપેક્ષા છે કે યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા હાલના 11ના આંકડાથી આગામી દિવસોમાં વધશે.’’

આ મુદ્દા પર તાત્કાલિક વર્ચ્યુઅલ G7 મીટિંગનું આયોજન કરનાર જાવિદે સંસદને અપડેટ કરતાં કહ્યું હતું કે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસના મિનિસ્ટર્સ કોવિડના નવા, “અત્યંત ટ્રાન્સમિસિબલ” પ્રકારના જોખમ સામે “તાકીદની કાર્યવાહી” પર સંમત થયા હતા.

JCVI બૂસ્ટર વેક્સિન પ્રોગ્રામને વિસ્તૃત કરી લોકોના શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માંગે છે. JCVI 12 થી 15 વર્ષની વયના બાળકોને તેમના પ્રથમ ડોઝના ત્રણ મહિના પછી બીજા ડોઝ માટે અને ગંભીર રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને કોવિડ-19 રસીનો ચોથો ડોઝ આપવા આમંત્રિત કરવા માંગે છે.

JCVI ચેર, પ્રોફેસર વેઈ શેન લિમે સોમવારે ડાઉનિંગ સ્ટ્રીટમાં જણાવ્યું હતું કે, “રસીનો બૂસ્ટર ડોઝ લેવાથી ઓમિક્રોન વેરિઅન્ટ સામે અમારા રક્ષણના સ્તરને વધારવામાં મદદ મળશે. ખાસ કરીને આવતા મહિનાઓમાં, કોઈપણ સંભવિત તરંગ પહેલા, અમે બૂસ્ટર ડોઝ વહેલા પૂરા પાડવા માંગીએ છીએ.’’

યુકે મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ, ડૉ. જૂન રેને ઉમેર્યું હતું કે ‘’રસીની સમીક્ષા અને દેખરેખ બાદ 12થી 15 વર્ષની વયના લોકો માટે રસીની બીજી માત્રા લેવી સલામત છે.’’