REUTERS/Adnan Abidi

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ સહિતના વીવીઆઇપી હાજર રહેશે. આ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો, બોલિવૂડ હસ્તીઓ સહિતના વીઆઇપી લોકો આ ફાઇનલ જોવા માટે આવશે.

ભારતીય વાયુસેના (IAF)ની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ રવિવારે બપોરે મેચની શરૂઆત પહેલા અને ઇનિંગ્સના વિરામ દરમિયાન સ્ટેડિયમની ઉપર એર શો કરશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે ગાંધીનગરમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને સ્વચ્છતાના પાસાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી. ભારતીય પીએમ, ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ અને અગ્રણી લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે સીએમને શહેરમાં ગોઠવવામાં આવી રહેલી સુરક્ષા વ્યવસ્થાઓ વિશે માહિતી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ રમત માટે શહેરમાં આવે તેવી અપેક્ષા છે.

પોલીસ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે દર્શકો અને VIP લોકોને સ્ટેડિયમમાં મુશ્કેલી મુક્ત પ્રવેશ મળે અને રવિવારે સુચારૂ ટ્રાફિક વ્યવસ્થાપન માટે જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન હોય. મોટેરાના સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી પહોંચી શકે તે માટે રવિવારે મેટ્રો, બીઆરટીએસ અને એએમટીએસ સેવાઓ વધારવામાં આવશે છે.

વિશ્વ કપ ફાઇનલની શરૂઆત પહેલા ગાયક પ્રીતમ અને આદિત્ય ગઢવી પણ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે બેઠકમાં જણાવ્યું હતું કે શહેરમાં 4,500 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે અને ખાસ પોલીસ ટીમો બંને ક્રિકેટ ટીમોને સ્ટેડિયમ અને તેમની હોટલોમાં પાછા ફરશે.

 

LEAVE A REPLY