એમેઝોન
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અગ્રણી ઓનલાઇન રિટેલ કંપની એમેઝોને મંગળવાર, 28 ઓકટોબરથી આશરે 30,000 કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આ આંકડો એમેઝોનના કુલ 1.55 મિલિયન કર્મચારીઓનો એક નાનો હિસ્સો છે, પરંતુ તેના આશરે 350,000 કોર્પોરેટ કર્મચારીઓના લગભગ 10% થાય છે. 2022ના અંત કંપનીની આ સૌથી મોટી છટણી હશે. 2022માં તેને આશરે 27,000 કર્મચારીઓની છટણી કરી હતી.

એમેઝોન છેલ્લા બે વર્ષથી ઉપકરણો, સંદેશાવ્યવહાર અને પોડકાસ્ટિંગ સહિત અનેક વિભાગોમાં ઓછી નોકરીઓ ઘટાડી રહી છે. તાજેતરની છટણીથી માનવ સંસાધન (પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેકનોલોજી અથવા PXT), ડિવાઇસિસ, સર્વિસિસ, વેબ સેવાઓ સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ પ્રભાવિત થશે.

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ મેનેજરોની સંખ્યા ઘટાડવાની કવાયત ચાલુ કરી છે. તેમણે બિનકાર્યક્ષમ કર્મચારીઓની ઓળખ માટે એક અનામી ફરિયાદ લાઇન સ્થાપિત કરી છે. જેસીએ જૂનમાં જણાવ્યું હતું કે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાધનોના વધતા ઉપયોગથી નોકરીઓમાં વધુ કાપ મુકાશે, ખાસ કરીને પુનરાવર્તિત અને નિયમિત કાર્યોને સ્વચાલિત કરાશે.

ટેક નોકરીઓમાં કાપ પર દેખરેખ રાખતી વેબસાઇટ Layoffs.fyiના અંદાજ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 216 કંપનીઓએ લગભગ 98,000 કર્મચારીઓની છટણી કરી છે. સમગ્ર 2024માં આ આંકડો 153,000 હતો.

 

LEAVE A REPLY