(Getty Images)

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે મુંબઈ મ્યુનિસિપાલિટી (BMC)એ તેની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ 2 કરોડ રૂપિયા વળતર માગ્યું છે. બોમ્બે હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સુધારેલી પિટિશનમાં કંગનાએ આ વળતર માગ્યું છે.

8 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં નોટિસ લગાવી હતી અને ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર જવાબ માગ્યો હતો. જોકે, બીજા જ દિવસે કંગના મુંબઈ આવે તે પહેલા જ BMCએ કંગની ઓફિસમાં તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહી વિરુદ્ધ કંગનાના વકીલ હાઈકોર્ટ ગયા હતા. જોકે, કોર્ટ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકે તે પહેલા જ ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત કરી દીધો હતો..