પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોના મહામારીના આઠ મહિનાના સમયગાળામાં ગુજરાતના લોકોએ માસ્ક ન પહેરવા બદલ રૂ.116 કરોડનો દંડ ભર્યો હોવાનો અંદાજ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોંગંદનામા મુજબ રાજ્યમાં એપ્રિલથી ફેસ માસ્ક પહેરવાનો નિયમ અમલ કરવામાં આવ્યા બાદ કુલ 23,64,420 લોકો સામે પેનલ્ટી લાદવામાં આવી હતી.
સોગંદનામામાં જણાવ્યા અનુસાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકારે અનેકવિધ કાર્યક્રમો અમલી બનાવ્યા હતા, પરંતુ બેદરકાર રહેતા લોકોને આકરો દંડ કરાયો હતો.

માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાના મામલે પણ સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં રૂ.500 હતો, પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે ઘટાડીને રૂ.200 કર્યો હતો. જોકે કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે રૂ.500 દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી. દિવાળી બાદ હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. 11 ઓગસ્ટથી રૂ.1000 દંડ લેવામાં આવી રહ્યો છે