પ્રતિકાત્મક તસવીર

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 58 લાખ 89 હજાર 824 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 81 લાખ 72 હજાર 671 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8 લાખ 60 હજાર 270 લોકોના મોત થયા છે.

ઈટાલીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીને વાઈરસ દૂર કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે છે. પોઝિટિવ આવ્યાના એક મહિના પછી બીજીવાર ટેસ્ટ કરવો જોઈએ. તેઓએ કહ્યું કે પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એક ખોટો હોય શકે છે.

ઈટાલીના મોડેના એન્ડ રેજિયો એમિલિયા યુનિવર્સિટીના ડો. ફ્રાંસિસ્કો વેન્તુરેલી અને તેમના સાથીઓએ 1162 દર્દીઓ ઉપર અભ્યાસ કર્યો છે. તેમા કોરોના દર્દીઓનું બીજું ટેસ્ટિંગ 15 દિવસ પછી અને ત્રીજીવાર ત્યાર પછીના 14 દિવસ પછી અને ચોથું ટેસ્ટિંગ 9 દિવસ પછી કરાયું. તેમા જાણવા મળ્યું હતું જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેઓનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો હતો. સરેરાશ પાંચમાંથી એક ટેસ્ટ રિપોર્ટ ખોટો હોય શકે છે. આ સ્ટડીમાં જાણવા માળ્યું છે કે 50 વર્ષ સુધીના લોકોને 35 દિવસ અને 80 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિને સાજા થવામાં 38 દિવસ લાગ્યા હતા.