Surat: View of Vignesh Oxygen plant during the second wave of COVID-19, in Surat, Saturday, May 15, 2021. (PTI Photo)()

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એક મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા હતા. સરકારે રવિવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8,210 કેસો નોંધાયા છે અને સામે 14,483 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 82 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 9121 પર પહોંચ્યો હતો.

ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2240, વડોદરામાં 519, સુરતમાં 482, રાજકોટમાં 372 નવા કેસો નોંધાયા હતા.

રાજ્યમાં સતત ત્રીજા દિવસે દૈનિક કેસ 10,000થી નીચે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 6,38,590 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 104908 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 791 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.