ગોધરાકાંડ
(istockphoto.com)

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારી એક અરજીને ગુજરાત હાઇકોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણ પણે નીતિગત નિર્ણય છે અને તેમાં કોર્ટ દખલગીરી કરી શકે નહીં.

સુરત સ્થિત અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાની અરજીને ફગાવી દેતા, મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું કે બંધારણની કલમ ૧૬૨ હેઠળ નિર્ધારિત કાર્યપાલિકાના કાર્યોમાં કોર્ટ દખલ કરી શકે નહીં.

આ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યુસીસીની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા અને તેના માટે બિલ તૈયાર કરવા માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી. આ સમિતિએ અગાઉ જણાવ્યું હતું કે તે એક મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વ હેઠળની સમિતિએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી અને પ્રગતિ વિશે માહિતી આપી હતી. સમિતિના અન્ય ચાર સભ્યોમાંનિવૃત્ત IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY