બાંગ્લાદેશના માજી વડાપ્રધાન ખાલીદા ઝીયાને તબિયત લથડતા તેમને ઢાકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 80 વર્ષીય બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષને 23 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરાય હતાં. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય તબીબો તેઓની સારવાર કરી રહ્યાં છે.
મંગળવારે ચીનની એક નિષ્ણાત તબીબી ટીમ સારવારમાં જોડાઈ હતી. તેનાથી ખાનગીની આસપાસ સુરક્ષા કડક કરાઈ હતી. ખાલીદા ઝિયા ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચુક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝિયાના સ્વાસ્થ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને શક્ય તમામ સહાયની ઓફર કરી હતી.
ખાલીદા ઝીયા ૮૦ વર્ષના છે. છાતીમાં દુ:ખાવો થતો હોવાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તેવી ફરિયાદ કરી હતી. હૉસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓને હૃદય તથા ફેફસામાં તકલીફ છે. ચાર દિવસ પછી તેઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરાયા હતા. તે પછી તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતાં.
બીએનપીના ઉપપ્રમુખ એડવોકેટ અહમદ આઝમખાને જણાવ્યું હતું કે તેઓ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ ગયા છે તેઓનું લિવર ખરાબ થઈ ગયું છે. કીડની ફેલ્યોર છે ત્યારે ભારે ડાયાબીટીસ, આર્થરાઇટિસ તેમજ આંખોની પણ તકલીફ છે.
આ પહેલા તેઓ આ વર્ષના પ્રારંભે લંડન સારવાર માટે ગયા હતાં. 6મેએ સ્વદેશ પાછા ફર્યા હતાં. તેમનો પુત્ર તારીક રહેમાન અત્યારે બીએનપીના એક્ટિંગ ચેરમેન છે તે ૨૦૦૮થી લંડનમાં રહેતો હતો. તેમનો બીજો પુત્ર અરાફત રહેમાન ૨૦૨૫માં જ હૃદયરોગથી મૃત્યુ પામ્યો હતો.













