ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફને કારણે વધતી બેરોજગારી અને વૈશ્વિક વેપારમાં વિક્ષેપ વચ્ચે, ગુરુવારે બેંક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 4% કરે તેવી અપેક્ષા છે. ઓગસ્ટ 2024 પછી આ પાંચમો દર ઘટાડો હશે. નાણાકીય બજારો વ્યાજના દરોના ઘટાડાની 80% શક્યતા સૂચવે છે અને વર્ષના અંત સુધીમાં વધુ એક વખત વ્યાજના દરોના ઘટાડાની અપેક્ષા છે. ચાન્સેલર રેચલ રીવ્સ આ પગલાને સમર્થન આપે તેવી શક્યતા છે.
યુકેનું અર્થતંત્ર મે મહિનામાં 0.1% અને એપ્રિલમાં 0.3% ઘટ્યું હતું. જે માટે અર્થશાસ્ત્રીઓએ ટ્રમ્પના ટેરિફ અને એપ્રિલના કર વધારાને મુખ્ય પરિબળો તરીકે ટાંક્યા હતા. બેરોજગારી વધીને 4.7% થઈ છે જે જૂન 2021 પછીનો સૌથી વધુ દર છે.
ટ્રમ્પે તાજેતરમાં યુકેના ટેરિફને 10% સુધી મર્યાદિત કર્યા હોવા છતાં, 50% સુધીના વ્યાપક યુએસ ટેરિફ વૈશ્વિક વિકાસ માટે જોખમી છે. IMF આ વર્ષે યુકેના ન્યૂનતમ વિકાસની આગાહી કરે છે, અને બેંક સ્થિરતાનો સંકેત આપી શકે છે.
ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે ફુગાવો હજૂ પણ 3.6% પર રહ્યો છે.
