ટેસ્ટ
(ANI Photo)

અજીત અગરકર અને ગૌતમ ગંભીરની જુગલ જોડીએ આઘાતજનક આશ્ચર્યો સર્જવાની પરંપરા આગળ ધપાવતાં આ મહિને ભારતમાં રમાનારી ન્યૂઝિલેન્ડ સામેની સીરીઝ અને ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત ગયા મહિને કરી હતી, તેમાં પણ ભારતીય ટીમના તાજેતરમાં જ ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ તથા પીઢ ફાસ્ટ બોલર મોહમદ સિરાજને પડતા મુક્યા હતા.

ખાસ તો ટી-20 ક્રિકેટથી જ ચમકેલા ગિલને એક-બે સીરીઝ કે ટુર્નામેન્ટના નબળા દેખાવના પગલે પડતો મુકાયો તે નિર્ણય ચોંકાવનારો છે.વર્લ્ડ કપ ઉપરાંત ભારતમાં ઘરઆંગણે ન્યૂઝિલેન્ડ સામે રમાનારી પાંચ ટી-20 મેચની સીરીઝ, બન્ને માટેની ટીમ એક સમાન જ રહેવાની છે. ગિલને બે ફોર્મેટમાં સુકાનીપદ સોંપાયા પછી તેણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં ખરેખર પ્રશંસનિય બેટિંગ અને સારા સુકાનીપદ સાથે સીરીઝ 2-2થી બરાબરીમાં લાવી દીધી હતી અને તેના આધારે તેને સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરીઝમાં વાઈસ કેપ્ટન પણ નિમાયો હતો. એ પછી ખરાબ ફોર્મના કારણે હવે તેને વર્લ્ડ કપ અને ઘરઆંગણાની સીરીઝમાંથી સદંતર પડતો મુકાયો છે.

ટી-20 વર્લ્ડ કપ તથા એ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝ માટેની ભારતીય ટીમ આ મુજબની છેઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિંકૂ સિંહ, હર્ષિત રાણા અને ઈશાન કિશન.

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વન-ડે તેમજ પાંચ ટી-20 મેચનો કાર્યક્રમ આ મુજબ છેઃ
પ્રથમ વનડે – 11 જાન્યુઆરી, વડોદરા
બીજી વનડે – 14 જાન્યુઆરી, રાજકોટ
ત્રીજી વનડે – 18 જાન્યુઆરી, ઈન્દોર

પ્રથમ ટી20 – 21 જાન્યુઆરી, નાગપુર
બીજી ટી20, 23 જાન્યુઆરી, રાયપુર
ત્રીજી ટી20, 25 જાન્યુઆરી, ગુવાહાટી
ચોથી ટી20, 28 જાન્યુઆરી, વિશાખાપટ્ટનમ
પાંચમી ટી20, 31 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

LEAVE A REPLY