ટી20 વર્લ્ડ કપ 2026 માટે શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પણ કેપ્ટન પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જ્યારે ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળી ગયું છે. અક્ષર પટેલને વાઈસ કેપ્ટન પદ મળ્યું છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે, વન ડે અને ટેસ્ટના ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન અપાયું નથી. સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે, અગાઉ તેને અનેકવાર ટીમમાંથી પડતો મૂકવામાં આવતો હતો. વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું એ છે કે ગુજરાતના ખેલાડી અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવાયા છે. જ્યારે ઈશાન કિશનને પણ તેના પર્ફોર્મન્સના આધારે ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટીમની પસંદગી કરવા માટે શનિવારે અજિત અગરકર, સૂર્યકુમાર યાદવ, આરપી સિંહ સહિતના સભ્યોની બીસીસીઆઈએ બેઠક યોજી હતી.

LEAVE A REPLY