કેનેડાના એજેક્સમાં એમેઝોનના વેરહાઉસમાંથી $2 મિલિયનથી વધુ મૂલ્યના માલની ચોરીના કેસમાં ડરહામ પ્રાદેશિક પોલીસે ભારતીય મૂળના ત્રણ પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરી હતી. સોમવારે સ્કારબરોના એક નિવાસસ્થાન પર અધિકારીઓએ $250,000ની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ અને $50,000 કેનેડિયન ચલણ જપ્ત કર્યા બાદ બે કર્મચારીઓની ધરપકડ કરી હતી અને ત્રણ વધુ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા હતાં.
ન્યુમાર્કેટના 36 વર્ષીય મેહુલ બલદેવભાઈ પેટેમ પર $5,000થી વધુની છેતરપિંડી અને $5,000 થી વધુની ચોરીનો આરોપ મૂકાયો હતો. સ્કારબરોના ૩૧ વર્ષીય આશિષકુમાર સવાણી પર ૫,૦૦૦ ડોલરથી વધુની છેતરપિંડી, ૫,૦૦૦ ડોલરથી વધુની ચોરી, ૫,૦૦૦ ડોલરથી ઓછી કિંમતના ગુના દ્વારા મેળવેલી મિલકતની હેરાફેરી અને ૫,૦૦૦ ડોલરથી વધુની હેરાફેરી કરવાના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકતનો કબજો લેવાનો આરોપ મૂકાયો હતો. સ્કારબરોના 28 વર્ષીય બંસરી સવાણી પર $5,000 થી વધુની હેરફેરના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો અને $5,000 થી વધુની ગુનાની આવક રાખવાનો આરોપ છે.
સ્કારબરોના 29 વર્ષીય યશ ધામેલિયા પર $5,000થી વધુની હેરફેરના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો આરોપ છે.સ્કારબરોની 28 વર્ષીય જાન્વીબેન ધામેલીયા પર $5,000 થી વધુની હેરફેરના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો આરોપ છે.














