યુકેની સૌથી મોટી રિટેલર ટેસ્કો દ્વારા વિવિધ વર્ણના લોકોની ત્વચાના રંગ સાથે મેચ થાય તેવા પ્લાસ્ટર – બેન્ડએજ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાતિગત વિવિધતાનું વધુ સારું પ્રતિબિંબ આપવાના આ પ્રયત્નને લોકો દ્વારા બિરદાવવામાં આવ્યો છે.

આ પ્લાસ્ટર હળવા, મધ્યમ અને ઘાટા શેડમાં આવશે જેનાથી જે તે વર્ણના લોકોની શરીરની ત્વચા સાથે મેળ ખાશે. આ પ્રકારના પ્લાસ્ટર લાવનાર ટેસ્કો યુકેનુ પ્રથમ સુપરમાર્કેટ છે. ટેસ્કોના આ નવા પ્લાસ્ટર તેના તમામ 741 સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. નિષ્ણાત બ્રાન્ડ્સ ઑનલાઇન આવા પ્લાસ્ટર્સ વેચે છે પરંતુ તે ખર્ચાળ હોઈ શકે છે.