ટેરિફ
(ANI Photo/Shrikant Singh)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવાની જાહેરાત કર્યા પછી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી અને તેને રાજદ્વારી નિષ્ફળતા ગણાવી હતી,

ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરતા મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન પ્રેસિડન્ટ સાથેની મિત્રતાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને અમેરિકાના પ્રેસિડન્ટનો સામનો કરવો જોઇએ. તેમની અને ‘હાઉડી મોદી’ વચ્ચેની આટલી બધી ‘તારીફ’નો કોઈ અર્થ રહ્યો નથી.

મોદી પર કટાક્ષ કરતા TMC નેતા ડેરેક ઓ’બ્રાયને X પર વડાપ્રધાન અને ટ્રમ્પનો એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે હવે ટ્રમ્પના ક્રૂર 25 ટકા ટેરિફ વિશે 56ની ઇંચની છાતીવાળા શું કહેશે? કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ના સાંસદ પી સંદોષ કુમારે ટ્રમ્પના નિર્ણયને ભારતનું વધુ એક અપમાન ગણાવ્યું હતું.

LEAVE A REPLY