સુપરસ્ટાર શાહરૂખ ખાને શુક્રવારે 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ “જવાન” માટે શ્રેષ્ઠ અભિનેતાનો તેનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. શાહરુખ ખાન ઉપરાંત “12મી ફેઇલ”ના સ્ટાર વિક્રાંત મેસીને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ ‘વશ’ને મળ્યો હતો. જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
“શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે”માં અભિનય માટે અભિનેત્રી રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાઈ હતી. વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત “12મી ફેઇલ”ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જાહેર કરાઈ હતી. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ “ધ કેરળ સ્ટોરી”માટે સુદીપ્તો સેનને મળ્યો હતો.
ફિલ્મ નિર્માતા કરણ જોહરની “રોકી ઔર રાની કી પ્રેમ કહાની”ને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે મેઘના ગુલઝારની “સેમ બહાદુર”ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. “સેમ બહાદુર”ને કોસ્ચ્યુમ અને મેક-અપ માટે પણ બહુમાન મળ્યું હતું.
જ્યુરીના વડા અને ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરે વર્ષ 2023માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી.
એવોર્ડ વિજેતા
શ્રેષ્ઠ અભિનેતાઃ શાહરૂખ ખાન (જવાન), વિક્રાંત મેસી (૧2મી ફેઇલ)
શ્રેષ્ઠ અભિનેતી – મુખ્ય ભૂમિકા: રાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે),
શ્રેષ્ઠ ફિલ્મ: 12મી ફેલ
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: ઉર્વશી (ઉલ્લોઝુક્કુ), જાનકી બોડીવાલા (વશ), વિજયરાઘવન (પુકલમ), મુથુપેટ્ટાઈ સોમુ ભાસ્કર (પાર્કિંગ)
શ્રેષ્ઠ દિગ્દર્શનઃ સુદીપ્તો સેન (ધ કેરળ સ્ટોરી)
AVGC માં શ્રેષ્ઠ ફિલ્મ: હનુમાન
બેસ્ટ એક્શન ડિરેક્શનઃ નંદુ-પ્રુધ્વી (હનુમાન)
શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મઃ નાલ 2
શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન: પ્રણિલ દેસાઈ (પહેલી ફિલ્મ)
