10 Pakistanis arrested with drugs worth Rs.300 crore in Okhana Darya
પ્રતિકાત્મક તસવીર

અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પૂછપરછમાં મળેલી માહિતી પરથી ડ્રગ કાર્ટેલ સાથે કથિત રીતે સંકળાયેલી બોલીવૂડના 25 લોકો નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની નજરમાં આવી ગયા છે. એનસીબીએ આવા લોકોની એક યાદી તૈયાર કરી હોવાના અહેવાલો વહેતા થતાં જ બોલીવૂડમાં ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રી કંગના રનૌત પણ બોલીવુડના કલાકારોનો ડ્રગ્સ કનેક્શનનો ઇશારો કરી ચૂકી છે.

કહેવાય છે કે શોવિક અને રિયાએ પૂછપરછમાં ડ્રગ કાર્ટેલ સાથે કથિત રીતે સંકળાયેલા બોલીવુડના લોકોના નામ જાહેર કર્યાં હતાં. બોલીવૂડ સાથે સંકળાયેલા લગભગ પચીસ જણનું લિસ્ટ એનસીબી તૈયાર કરી રહી છે. આમાં બોલીવૂડના એ, બી અને સી કૅટેગરીના લોકોનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે.