પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

તામિલનાડૂના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારે વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 11 વ્યક્તિના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે અને સાથે જ મૃતકોના પરિજનોને સહાયની જાહેરાત કરી હતી.

વિરુધુનગરમાં આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં બપોર 1.30 વાગ્યે એક વિસ્ફોટ થયો અને બાદમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે તામિલનાડૂના વિરુધનગરની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. આ દુખના સમયમાં શોકાતુર પરિવારો સાથે મારી સાંત્વના છે. આશા રાખું છુ કે જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય. વડાપ્રધાને માહિતિ આપી કે પ્રશાસન પ્રભાવિત લોકોની મદદ કરી રહ્યં છે.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિજનોને વડાપ્રધાન તરફથી બે બે લાખ રુપિયાની સહાયતા આપવામાં આવશે.