દાદાસાહેબ
(ANI Photo)

બોલીવૂડમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ નેશનલ એવોર્ડ જેટલું જ મહત્વ ધરાવે છે. તાજેતરમાં મુંબઇમાં આ એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ એવોર્ડના વિજેતાઓની યાદીમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, ક્રિતિ સેનન અને સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે.

2012માં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો વિચાર કરવામાં આવ્યો હતો અને 2016માં તેની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય સિનેમાના પિતા ગણાતા દાદાસાહેબ ફાળકેના વારસાને સન્માનિત કરવા માટે આ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી.

આ ભારતનો એક માત્ર સ્વતંત્ર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે. તેમાં વિશ્વભરનાં સ્વતંત્ર અને પ્રોફેશનલ ફિલ્મકારો ને પ્રોત્સાહન આપવામાં આવે છે.

વિવિધ કેટેગરીમાં વિજેતાની યાદી

શ્રેષ્ઠ ફિલ્મ– સ્ત્રી 2

શ્રેષ્ઠ એક્ટર–કાર્તિક આર્યન

શ્રેષ્ઠ એક્ટ્રેસ–ક્રિતિ સેનન

શ્રેષ્ઠ ડાયરેક્ટર–કબીર ખાન

પ્રોડ્યુસર ઓફ ધ યર–દિનેશ વિજન

ક્રિટીક્સ બેસ્ટ ફિલ્મ–લાપતા લેડીઝ

ક્રિટિક્સ બેસ્ટ એક્ટર–વિક્રાંત મેસ્સી

ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ–નિતાંશી ગોયલ

મોસ્ટ વર્સેટાઇલ એક્ટર ઓફ ધ યર–અલ્લુ અર્જૂન

મોસ્ટ વર્સેટાઇલ એક્ટ્રેસ ઓફ ધ યર–સાઇ પલ્લવી

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ–એમિલિઆ પેરેઝ

બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ટર–કોલમેન ડોમિંગો

બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ટ્રેસ–કાર્લા સોફિયા ગાસ્કન

ફિલ્મ ઓફ ધ યર–કલકી 2898 એડી

બેસ્ટ વેબ સિરીઝ–હીરામંડી

બેસ્ટ એક્ટર (વેબ સિરીઝ)–જિતેન્દ્ર કુમાર

બેસ્ટ એક્ટ્રેસ (વેબ સિરીઝ)–હુમા કુરેશી

બેસ્ટ ડાયરેક્ટર (વેબ સિરીઝ)–સંજય લીલા ભણસાલી

ક્રિટિક્સ બેસ્ટ વેબ સિરીઝ–પંચાયત સિઝન 3

ક્રિટિક્સ બેસ્ટ એક્ટર વેબ સિરીઝ–વરુણ ધવન

ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ વેબ સિરીઝ–સોનાક્ષી સિંહા

આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી-ઝીન્નત અમાન

આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ ધ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી–ઉષા ઉથ્થુપ

આર્ટીસ્ટ ઓફ ધ યરઃ એ.આર. રહેમાન

પર્ફોર્મર ઓફ ધ યરઃ મ્યુઝિક– સ્ટેબિન બેન

ટેલિવિઝન સિરીઝ ઓફ ધ યર–ય રિશ્તા ક્યા કહેલાતા હૈ

શ્રેષ્ઠ એક્ટર ટીવી–અર્જિત તનેજા

શ્રેષ્ઠ એક્ટ્રેસ ટીવી–દીપિકા સિંઘ

LEAVE A REPLY