જેને બોલીવૂડની હોટ અભિનેત્રી માનવામાં આવે છે તે સની લિઓની એક ક્રાંતિકારી ફિલ્મ બનાવવા જઈ રહી છે. તેની આ નવી ફિલ્મ ‘કૌર વર્સીસ કોર’ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો છે, જેમાં તે ડબલ રોલમાં જોવા મળશે. તેમાંથી એક ભૂમિકા સુપરહીરોની હશે અને બીજી એઆઈ આધારિત હશે.
આ ફિલ્મ અંગેના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ‘આ કદાચ ભારતની એવી પ્રથમ ફીચર ફિલ્મ હશે, જે સંપૂર્ણ આટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી બનશે.
આ ફિલ્મ થીએટરમાં જોવામાં અલગ અનુભવ આપવાની સાથે તેની સ્ટોરી પણ આકર્ષક હશે. એક રીપોર્ટ મુજબ, આ ફિલ્મની સ્ક્રિપ્ટ તો સંપૂર્ણ મનોરંજક હશે, અને તેમાં થ્રિલ અને એક્શન પણ હશે, ટેક્નોલોજી આ ફિલ્મનો મહત્વનો ભાગ રહેશે. આ ફિલ્મ જાન્યુઆરી 2026માં રીલીઝ થાય એવી સંભાવના છે.
આ ફિલ્મના દિગ્દર્શક વિનિલ વાસુ છે. સની લિઓની હંમેશા એઆઈ અને તેના દુરુપયોગ વિશે વાત કરી રહી છે, ત્યારે તે આ ફિલ્મ વિષે ઘણી ઉત્સુક છે. તે માને છે કે આ ફિલ્મ એઆઈનું મહત્વ સમજાવશે સાથે જ દર્શકોને તેનાથી વિશ્વને કઈ રીતે બચાવવું અને દુરુપયોગ કેમ ટાળવો એ પણ સમજાવશે.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં સની લિઓનીએ ફિલ્મ પર એઆઈની અસર અને ઇન્ડસ્ટ્રી પર તેની અસર વિશે જણાવ્યું હતું, “મને લાગે છે, જ્યારે તમારી પાસે નોલેજ હોય, તો તમે સમજી શકો છો. આ પ્રકારની ફિલ્મ, ઇન્ડસ્ટ્રી માટે એક નવો ઉમેરો હશે. મને લાગે છે, તેના કારણે પણે વધુ નોકરીઓ પણ પુરી પાડી શકીશું.













