ભારતીય સુરક્ષા એજન્સીઓને વિદેશીમાંથી દેશના બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી હતી. હરિયાણા પોલીસ સહિત સુરક્ષા એજન્સીના અધિકારીઓએ જ્યોર્જિયામાં વેંકટેશ ગર્ગની ધરપકડ કરી હતી, જ્યારે ભાનુ રાણાની યુનાઇટેડ સ્ટેટ્સમાં ધરપકડ કરાઈ હતી. રાણા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે.ગર્ગ અને રાણા બંનેને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે.
હાલમાં ભારતના બે ડઝનથી વધુ મોટા ગેંગસ્ટરો દેશની બહાર છે, ભરતી કરી રહ્યા છે અને ગુનાહિત સિન્ડિકેટ ચલાવી રહ્યા છે.વેંકટેશ ગર્ગ બસપા નેતાની હત્યામાં સંડોવાયેલો છે.ગર્ગ અને રાણાની ધરપકડ કરવાના ઓપરેશનમાં બંને ગેંગસ્ટરોની મોડસ ઓપરેન્ડી વિશે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.
ગર્ગ હરિયાણાના નારાયણગઢનો રહેવાસી છે. હાલમાં ભારતમાં 10થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના યુવાનોની ભરતી કરતો હતો.ગુરુગ્રામમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના નેતાની હત્યામાં સામેલ થયા બાદ તે જ્યોર્જિયા ભાગી ગયો હતો.
ભાનુ રાણા બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે અને ઘણા સમયથી અમેરિકામાં રહે છે. મૂળ કરનાલનો રહેવાસી, રાણા લાંબા સમયથી ગુનાની દુનિયામાં સક્રિય છે, અને તેની સામે અનેક કેસ નોંધાયેલા છે. રાણાનું ગુનાહિત નેટવર્ક હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી ફેલાયેલું છે.પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલાની તપાસ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.












