નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુકેના પ્રમુખ જસવંતરાય દોશીએ જણાવ્યુ હતું કે નવનાત વણિક એસોસિએશન યુકે ભારત અને યુકેમાં રહેતા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને મૃતકોના આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરે છે.

શ્રી દોશીએ જણાવ્યુ હતું કે ‘’અમારી લાગણીઓ અને પ્રાર્થનાઓ આ અકલ્પનીય દુર્ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. શોક વ્યક્ત કરી રહેલા બધા પરિવારો પ્રત્યે, અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તમારા દુઃખમાં તમારી સાથે છીએ.’’

સંસ્થાએ લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગ,  એર ઇન્ડિયા ઇમરજન્સી નંબર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ભારત): ૦૧૧-૨૪૬૧૦૮૪૩ / ૦૯૬૫૦ ૩૯૧ ૮૫૯ નેબર જાહેર કર્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments