તસવીરઃ AFP

ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે, મેગેઝિનમાં કાર્ટૂન ફરી પ્રકાશિત કરવાના નિર્ણય વિશે તેઓ કોઈ ટીપ્પણી નહીં કરી. મેંક્રોએ કહ્યું કે, ફ્રાન્સે હંમેશા અભિવ્યક્તિની આઝાદી આપી છે. તેમણે કહ્યું કે, કોઈ પત્રકાર અથવા ન્યૂઝરૂમની સમાચાર પસંદગી વિશે ટીપ્પણી કરવી પ્રેસિડેન્ટ માટે યોગ્ય ન કહેવાય. કારણ કે અમારા દેશમાં પ્રેસને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. જોકે ફ્રાન્સના નાગરિકોએ એકબીજા પ્રત્યે સન્માન દાખવીને નફરત ફેલાવે તેવા નિવેદનોથી બચવું જોઈએ.