ફ્રાન્સના લિયોનમાં ધોળે દિવસે વધુ એક લૂટનો પ્રયાસ થયો હતો, જેમાં સશસ્ત્ર લૂંટારુઓ સોનાની લેબોરેટરીમાં ઘૂસી ગયા હતા. મિલિટરીમાં હોય તેવા હથિયારોથી સજ્જ છ લૂટારુઓ ગત ગુરુવારે લિયોનમાં સોનાને શુદ્ધિ કરવાની લેબોરેટરીમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઘૂસી ગયા હતા. આ હાઇ પ્રોફાઇલ ઘટનામાં પાંચ કર્મચારીઓ સામાન્ય ઘાયલ થયા હતા. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂર્વીય શહેરમાં ગુરુવારે બપોરે આ સાહસિક લૂટ થઇ હતી, જેમાં પોલીસે શંકમંદ ગુનેગારોની ઝડપથી ધરપકડ કરી હતી અને અંદાજે 12 મિલિયન યુરો ($13.8 million)ની કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી. પ્રાદેશિક સત્તાધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, પોરર્ક્વેરી લેબોરેટરીઝના પાંચ કર્મચારીઓ ‘વિસ્ફોટમાં સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા’ અને તેમાંથી ત્રણ લોકોને વધુ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લૂટારુઓએ ઘૂસણખોરી કરી ત્યારે 28 કર્મચારીઓ ત્યાં હાજર હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં કાળા કપડા પહેરેલા બે પુરુષો સફેદ વાનમાંથી નીકળતા દેખાયા હતા, જેમાં એક શખ્સ સીડી લઈને ગયો હતો, જેનો ઉપયોગ તેણે કંપનીની ફેન્સિંગ પર ચઢવા માટે કર્યો હતો.

LEAVE A REPLY