અમેરિકામાં બે ફેડરલ ન્યાયમૂર્તિઓએ શુક્રવારે આપેલા એક ચૂકાદામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને સરકારના શટડાઉન દરમિયાન જુદા જુદા અન્ન સહાયના લાભ સ્થગિત કરતાં અટકાવ્યું હતું. બંને ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે, સરકારે વિવિધ લાભ માટે ચૂકવવા માટે આકસ્મિક ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ.
મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડના ન્યાયમૂર્તિઓ દ્વારા આ ચૂકાદાઓ ગણતરીની મિનિટોમાં આપવામાં આવ્યા હતા. આ ચૂકાદા એવા સમયે આપ્યા હતા જ્યારે 1 નવેમ્બરથી ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના શરૂ થતાં સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) લાભો સ્થગિત કરતાં અટકાવવા માટે બે કેસની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચૂકાદા આપનારા ન્યાયમૂર્તિઓમાં પ્રોવિડેન્સમાં જોન મેકકોનેલ અને બોસ્ટનમાં ઇન્દિરા તલવાનીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY