મોદી
ગુજરાતના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કો અને સ્ટેમ્પનું વિમોચન અને તકતીનું અનાવરણ

ગુજરાતની બે દિવસની મુલાકાતના આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 1,220 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
વડોદરા એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી તેઓ કેવડિયાના એકતા નગર ખાતે પહોંચ્યાં હતાં. અહીં મોદીએ રૂ.1,220 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

એકતા નગર ખાતેના વિકાસ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને આ વિસ્તારમાં ટકાઉપણાની પહેલને ટેકો આપવાનો છે. વડાપ્રધાને રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગરુડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1); વામન વૃક્ષ વાટિકા, સાતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઇલેક્ટ્રિક બસો, નર્મદા ઘાટ એક્સટેન્શન; કૌશલ્ય પથ, એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન વોકવે (ફેઝ-2), સ્માર્ટ બસ સ્ટોપ્સ (ફેઝ-2), ડેમ રેપ્લિકા ફાઉન્ટેન, GSEC ક્વાર્ટર્સ વગેરે પ્રોજેક્સનું લોકાર્પણ કર્યું હતું.

વિવિધ પ્રોજેક્ટ્સમાં ભારતના રોયલ કિંગડમ્સનું સંગ્રહાલય; વીર બાલક ઉદ્યાન; રમતગમત સંકુલ; રેઈન ફોરેસ્ટ પ્રોજેક્ટ; શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY