ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા સર્વેક્ષણ કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો. બીજી તરફ 30 ઓક્ટોબરે પણ મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો હતો.
રાજ્યના કૃષિ પ્રધાન અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટે ગયા અઠવાડિયામાં વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી.રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રારંભિક અહેવાલ મુજબ, રાજ્યના 33 જિલ્લાઓના 239 તાલુકાઓમાં 23 થી 28 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. અમારા અંદાજ મુજબ વરસાદથી ૧૦ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પરના પાકને ફટકો પડ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે નાણાકીય સહાય પૂરી પાડવા માટે, મુખ્યમંત્રીએ SDRF (રાજ્ય આપત્તિ રાહત ભંડોળ)ના ધોરણો અનુસાર પાકના નુકસાનનો સર્વે શરૂ કરવા અને તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકાર SDRF ધોરણો હેઠળ નિર્ધારિત સહાય ઉપરાંત વધારાની સહાય આપવાનું વિચારી શકે છે.












