NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI5_20_2021_001010001)

ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 2.76 લાખ કેસ નોંધાયા હતા અને 3,874 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં કોરોનાના વધુ 2,76,070 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3,874 દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે. ગઈકાલે આ આંકડો સાડા 4 હજારને પાર કરીને 4,529 નોંધાયો હતો. ભારતમાં નવા કેસમાં ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ મોટી નોંધાતા એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2,57,72,400 થઈ ગયો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાને વધુ 3,69,077 દર્દીઓએ હરાવ્યો છે જેની સાથે કુલ સાજા થયેલી દર્દીઓની સંખ્યા 2,23,55,440 સાથે સવા બે કરોડની નજીક પહોંચી ગઈ છે. ભારતમાં 3,800થી વધુ દર્દીઓના કોરોના સામે મોત થયા કુલ મૃત્યુઆંક 2,87,122 થઈ ગયો છે.
કોરોનાના એક્ટિવ કેસમાં થઈ રહેલો ઘટાડો બીજી લહેર સામે મળી રહેલી જીતનો સંકેત આપી રહી છે. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા પછી દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 31,29,878 પર પહોંચી ગઈ છે. દેશમાં 16 જાન્યુઆરીએ શરુ થયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 18,70,09,792 ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા. આ પછી 60 લાખ પહોંચતા 28 સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો હતો. આ પછી 19 એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો 1.50 કરોડને પાર થયો હતો. 3 એપ્રિલના કેસ સાથે આ આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. 18મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.5 કરોડને પાર થઈ ગઈ હતી.